TANKARA:ટંકારા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ નોંધાવી ફરિયાદ, પતિ સહિત પાંચ સામે

TANKARA:ટંકારા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ નોંધાવી ફરિયાદ, પતિ સહિત પાંચ સામે
મોરબી: લગ્નજીવનમાં નાની-નાની બાબતો અને કરિયાવર મુદ્દે પરિણીતાઓને ત્રાસ આપવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો ટંકારા પંથકમાં સામે આવ્યો છે. ટંકારાના છતર ગામે પિયરમાં રહેતી એક ૨૯ વર્ષીય પરિણીતાએ રાજકોટ રહેતા પોતાના પતિ, સાસુ-સસરા અને બે નણંદ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટના મનહરપુરના રહેવાસી અને હાલ ટંકારા તાલુકાના છતર ગામે પિયરમાં રહેતા મનિષાબેન અક્ષયભાઈ વાનકીયા (ઉ.વ. ૨૯) એ પોલીસમાં ફરિયાદ કરી છે કે, તેમના લગ્નજીવન દરમિયાન સાસરિયા પક્ષ દ્વારા તેમને અવારનવાર માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા.મનિષાબેને રાજકોટના ગાયકવાડી જંક્શન, રાજીવ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા સભ્યો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે: જેમાં અક્ષયભાઇ ભુપતભાઇ વાનકીયા (પતિ),ભાનુબેન ભુપતભાઇ વાનકીયા (સાસુ),ભુપતભાઇ વાઘજીભાઇ વાનકીયા (સસરા),સોનલબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ),ક્રિષ્નાબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ) ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મનિષાબેનને તેમના પતિ અને સાસરિયાઓ દ્વારા ઘરકામ જેવી નાની બાબતોમાં ખામી કાઢી મેણાટોણા મારવામાં આવતા હતા.કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી માનસિક દુઃખ આપવામાં આવતું હતું.પોલીસ કાર્યવાહી: મોરબી મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.










