TANKARA:ટંકારા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

TANKARA:ટંકારા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ટંકારા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સરદારનગર-૦૩ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને દબોચી લીધો છે.
ટંકારા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેઓને સચોટ બાતમી મળી હતી કે સરદારનગરમાં રહેતો એક શખ્સ પોતાના ઘરે દારૂનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી ઇમરાનભાઈ ઉર્ફે ‘બોટલ’ હનીફભાઇ વીકીયા (ઉ.વ.૨૩) ને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન મકાનમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:ગ્રીન લેબલ સ્પેશ્યલ વ્હીસ્કી: ૨૪ બોટલ (કિંમત રૂ. ૧૫,૩૮૪ વાઇટ લેક ઓરેંજ ફલેવર વોડકા: ૧૩ બોટલ (કિંમત રૂ. ૯,૧૨૬) વ્હીસ્કી (ચપલા): ૬૪ નંગ (કિંમત રૂ. ૭,૬૮૦) મોબાઇલ ફોન: ૦૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦) પોલીસે કુલ ૧૦૧ નંગ દારૂની બોટલ/ચપલા જેની કિંમત રૂ. ૩૨,૧૯૦ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. ૩૭,૧૯૦નો મુદ્દામાલ જપ્ત કરી ટંકારા પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.










