MORBI:મોરબીના ઘૂંટુમાં તસ્કરોનો આતંક:ઘર આંગણે પાર્ક કરેલું બાઈક ગાયબ

MORBI:મોરબીના ઘૂંટુમાં તસ્કરોનો આતંક:ઘર આંગણે પાર્ક કરેલું બાઈક ગાયબ
મોરબી: શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે મોરબીના ઘૂંટુ ગામની સોસાયટીમાંથી મોટરસાયકલ ચોરી થયાની ઘટના સામે આવી છે. ઘર આંગણે પાર્ક કરેલું બાઈક અજાણ્યો શખ્સ હંકારી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલી બંશરી હોટલ પાછળ, વસંત વિહાર સોસાયટીમાં રહેતા જીલુભાઈ પ્રવિણભાઇ વસવેલીયા (ઉ.વ. 42) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હોન્ડા કંપનીનું શાઈન મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર: GJ-36-AE-2792
અંદાજિત કિંમત: ₹ 60,000/-ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમણે પોતાનું બાઈક ઘરની આગળ શેરીમાં પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ અજાણ્યો તસ્કર તેની ચોરી કરી નાસી છૂટ્યો હતો.જીલુભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.










