MORBI:મોરબી ફૂડ શાખાની મેગા ડ્રાઇવ: અનેક ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા અને અખબારી કાગળ સહિત બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો





MORBI:મોરબી ફૂડ શાખાની મેગા ડ્રાઇવ: અનેક ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા અને અખબારી કાગળ સહિત બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો

મોરબી જિલ્લાના ફૂડ અધિકારી શ્રી નીરવભાઈ ચૌધરી અને મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદીની સંયુક્ત ટીમ દ્વારા આજે મોરબી શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓ પર કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવ અંતર્ગત શહેરના નેહરુ ગેટ પાસે આવેલી નાસ્તા ગલી તથા સનાળા રોડ પરના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં કુલ ૧૬ ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન કુલ ૧૦ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં ૮ સર્વેલન્સ સેમ્પલ અને ૨ એન્ફોર્સમેન્ટ સેમ્પલનો સમાવેશ થાય છે. લેવામાં આવેલા મુખ્ય નમૂનાઓની વિગત નીચે મુજબ છે: વિશ્રાંતિ ગૃહ હોટલ: બટેકાનું શાક, ઢોકળીનું શાક અને સેવ-ટમેટાના શાકના નમૂના લેવાયા.શિવા પાણીપુરી: પાણીપુરીના પાણીના નમૂના લેવાયા.વિશ્વાસ નાસ્તા હાઉસ: બટેકાનું શાક, ભેળ અને મિક્સ ભજીયાના નમૂના લેવાયા.BIGBOSS HOTEL (ભક્તિનગર સર્કલ): પંજાબી શાકની ગ્રેવી અને દાળના નમૂના લેવાયા.આ નમૂનાઓને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો આ નમૂનાઓ પરીક્ષણમાં નાપાસ (ફેલ) થશે, તો સંબંધિત વેપારીઓ વિરુદ્ધ FSSAI ACT-2006 અંતર્ગત કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ડ્રાઇવ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવી કુલ ૭ કિલો ચટણી અને ૧૦ લિટર દાઝેલા તેલનો હોટલ અને રેસ્ટોરન્ટમાંથી નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં, નાસ્તો પીરસવા માટે ઉપયોગમાં લેવાતા અંદાજે ૧૫ કિલો છાપેલા ન્યૂઝ પેપરના જથ્થાનો પણ ફૂડ અધિકારી દ્વારા નાશ કરાયો હતો.સાથે જ, ફૂડ શાખા દ્વારા કુલ ૩૦ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી લાયસન્સ અને હાઈજીન (સ્વચ્છતા) બાબતે ક્ષતિ જણાતા ૧૩ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તમામ વેપારીઓને આરોગ્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ફૂડ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.




