MORBI:મોરબીની ઐતિહાસિક વિરાસતને આધુનિક ઓપ: એલ.ઈ. કોલેજ પાસે 81.30 લાખના ખર્ચે ભવ્ય ગાર્ડનનું નિર્માણ થશે

MORBI:મોરબીની ઐતિહાસિક વિરાસતને આધુનિક ઓપ: એલ.ઈ. કોલેજ પાસે 81.30 લાખના ખર્ચે ભવ્ય ગાર્ડનનું નિર્માણ થશે
મોરબીની એતિહાસિક ઓળખ સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ પાસે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા₹81.30 લાખના અંદાજિત ખર્ચ ‘ગાર્ડન ડેવલપમેન્ટ’ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા મુલાકાતીઓ માટે એક સુવિધાસભર જાહેર સ્થળ વિકસાવવાનું આયોજન છે
પ્રોજેક્ટની મુખ્ય ખાસિયતો:હેરિટેજ વિઝિટર સેન્ટર: જૂની ઈમારતની મૂળભૂત સંરચનામાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના તૈયાર કરવામાં આવશે.
રેડ સોઈલ વોકવે; ચાલવા માટે કુદરતી લાલ માટી (Red Soll) ના પાથવે બનાવવામાં આવશે. પદયાત્રીઓ અને વાહનોના અવરજવરના રસ્તાઓ વચ્ચે સ્પષ્ટ વિભાજન રાખવામાં આવશે.
એમ્ફી થિયેટર અને પથ્થરની બેઠકો; વિદ્યાર્થીઓની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે કુદરતી પથ્થરના ફિનિશિંગ વાળું આકર્ષક અર્ધવર્તુળાકાર એમ્ફી થિયેટર બનાવવામાં આવશે. આ સાથે હેરિટેજ થીમ આધારિત વળાંકવાળી પથ્થરની બેન્ચો પણ મુકવામાં આવશે.
હેરિટેજ લાઈટિંગ: સમગ્ર પરિસરમાં રાત્રિના સમયે આકર્ષક દેખાવ માટે પરંપરાગત હેરિટેજ લેમ્પ પોસ્ટ અને ઉર્જા બચાવતી આધુનિક LED લાઈટ્સ. ઇન્સ્ટોલ કરવામાં આવશે ગ્રીનરી અને લેન્ડસ્કેપિંગ : ગાર્ડનને હરિયાળું બનાવવા માટે ઉત્તમ પ્રકારની લોન, નાના-મોટા આકર્ષક છોડ (Shrubs) અને ગ્રાઉન્ડ કવર પ્લાન્ટેશન નું આયોજન કરવામાં આવ્યું છે બાઉન્ડ્રી વોલ; હેરિટેજ થીમ સાથે સુસંગત એવી ઓછી ઊંચાઈની બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે, જેમાં ઇન્ટિગ્રેટેડ લાઈટિંગની સુવિધા પણ હશે.આ ₹81.30 લાખના પ્રોજેક્ટ પૂર્ણ થવાથી એલ.ઈ. કોલેજ કેમ્પસ ની સુંદરતામાં અનેકગણો વધારો થશે અને તે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને મનોરંજનનું એક આદર્શ કેન્દ્ર બની રહેશે.











