GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:​”મોરબીમાં ગૌરક્ષકો અને પોલીસનું સંયુક્ત ઓપરેશન: કચ્છથી કતલખાને ધકેલાતા ૩ પશુઓને ક્રૂરતાના ચુંગાલમાંથી છોડાવ્યા”

 

 

MORBI:​”મોરબીમાં ગૌરક્ષકો અને પોલીસનું સંયુક્ત ઓપરેશન: કચ્છથી કતલખાને ધકેલાતા ૩ પશુઓને ક્રૂરતાના ચુંગાલમાંથી છોડાવ્યા”

 

કચ્છથી માળિયા થઈ મોરબી તરફ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે ગૌરક્ષકો અને મોરબી તાલુકા પોલીસે સફળ કામગીરી કરી છે. પીપળીયા ચાર રસ્તા પાસે નાઈણ કા ગામ નજીક વોચ ગોઠવીને પશુઓ ભરેલી બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી પશુઓને મુક્ત કરાવ્યા હતા.

​ગઈકાલે ૧૯ માર્ચ ૨૦૨૬ની વહેલી સવારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીની ટીમને બાતમી મળી હતી કે, કચ્છ તરફથી એક બોલેરો પીકઅપ (નંબર GJ.03 BW 50) માં પશુઓને કતલના ઇરાદે મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યા છે.


​બાતમી મુજબ ગૌરક્ષકોની ટીમે માળિયા હાઈવે પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી પસાર થતા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને પીપળીયા ચાર રસ્તા નજીક નાઈણ કા ગામ પાસે તેને આંતરી લેવામાં આવી હતી. તપાસ કરતા ગાડીમાંથી ૩ નાના-મોટા પાડા મળી આવ્યા હતા, જેમને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવ્યા હતા.​મોરબી તાલુકા પોલીસના સહયોગથી વાહન ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ પશુઓને કચ્છથી ભરીને મોરબી ઉતારવાના હતા. વાહન ચાલક પાસે પશુઓના પરિવહન માટેની કોઈ પણ પ્રકારની પરમિટ કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી છે અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરીમાં મોરબી સહિત આસપાસના જિલ્લાઓના ગૌરક્ષકોનો મોટો સહયોગ રહ્યો હતો:
​કમલેશભાઈ બોરીચા (અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ – મોરબી શહેર) ​જીતુભાઈ સેતા (ઉપાધ્યક્ષ, વિહિપ – મોરબી શહેર)
​ચેતનભાઇ પાટડિયા (ગૌરક્ષક પ્રમુખ, મોરબી)
​વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ નેસડિયા, યશભાઈ વાઘેલા, જેકીભાઈ આહીર અને મનીષભાઈ કનજારિયા.
​સાથે જ રાજકોટ, કચ્છ, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા અને હળવદના ગૌરક્ષક ભાઈઓ પણ આ સેવામાં સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!