GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ગુજરાત રાજ્યની 108 સેવા ફરી સાબિત થઈ આશીર્વાદરૂપ: સમયસર કામગીરીથી માતા અને નવજાતનો જીવ બચાવ્યો

 

 

MORBI મોરબી ગુજરાત રાજ્યની 108 સેવા ફરી સાબિત થઈ આશીર્વાદરૂપ: સમયસર કામગીરીથી માતા અને નવજાતનો જીવ બચાવ્યો

 

મોરબી:ગુજરાત રાજ્યની 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર જીવાદોરી સમાન સાબિત થઈ છે. મોરબી જિલ્લાના બેલા રંગપર ગામમાં બનેલી ઘટનામાં માતા અને નવજાત બાળકનો જીવ બચાવવામાં 108 ટીમે માનવતાભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, બેલા રંગપર ગામની એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ 108ની ટીમ ઝડપી ઘટનાસ્થળે પહોંચી હતી.


સ્થળ પર પહોંચી તપાસ કરતા જણાયું કે મહિલાની ડિલિવરી થવાની સ્થિતિ તાત્કાલિક હતી. ત્યારે EMT નિકુલભાઈ અને પાઇલટ બૃજરાજસિંહએ સમયસૂચકતા દાખવી જરૂરી તૈયારીઓ સાથે સ્થળ પર જ સુરક્ષિત રીતે નોર્મલ ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ માતા અને નવજાતને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ERCP ડૉ. રમાણી સાહેબના માર્ગદર્શન મુજબ જરૂરી સારવાર આપવામાં આવી હતી. ટીમની સતર્કતા અને ઝડપભરી કામગીરીના કારણે માતા અને બાળક બંને સંપૂર્ણ સુરક્ષિત છે.
આ માનવતાભર્યા કાર્ય બદલ માતા તથા તેમના પરિવારજનોએ 108 ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે 108 સેવા આપત્તિના સમયમાં લોકો માટે આશીર્વાદરૂપ અને જીવનદોરી સમાન છે.

Back to top button
error: Content is protected !!