ચોટીલા નાયબ કલેકટર પ્રામાણિક અધિકારીનું સન્માન કરતાં જગદીશ ત્રિવેદી

તા.20/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
25/1/2025 ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી એમણે સવા વરસમાં જે સપાટો બોલાવ્યો એ જોઈને કોઈપણ સામાન્ય નાગરિક અને સજ્જન માણસ રાજી થાય અને જે લોકોને ખોટું કરીને પિયા કમાવા છે એવા તમામ માણસો દુઃખી થાય એવું થયું છે એચ.ટી. મકવાણા પાસે ચોટીલા, થાન અને મૂળી એમ ત્રણ તાલુકાનો ચાર્જ છે એમના હાથ નીચે ત્રણ મામલતદાર ચાર પોલિસ સ્ટેશન આવે છે એમણે માત્ર સવા વરસમાં કરેલાં કાર્યોની ટૂંકમાં યાદી કરીએ તો ચોટીલા તાલુકાની 450 ગેરકાયદેસર દુકાન, થાનગઢની 250 ગેરકાયદેસર દુકાન અને મૂળીની 36 ગેરકાયદેસર દુકાન મળીને કુલ 736 દુકાનો તોડી પાડી છે એમણે બાયોડીઝલ વેચતી 15 હોટલોને સીલ કરી છે જેમાં લોકોએ પેશકદમી કરી હોય એવી કુલ 1600 એકર સરકારી જમીન એમણે ખૂલ્લી કરી આપી છે આવું તો ઘણું લખી શકાય એમ છે ટૂંકમાં આ ઈમાનદાર અધિકારી જો આંખ આડા કાન કરે તો દર મહીને ત્રણ કરોડનો હપ્તો મળે એમ હતો પણ એમણે જગદીશ ત્રિવેદીને રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું દરરોજ ભગવાનને પ્રાર્થના કં છું કે મારા પેટમાં હરામનો એક કણ પણ જાય તો એ મારા જીવનનો અંતિમ દીવસ હોય જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ આજે ચોટીલા એમની ઓફિસમાં જઈને એમનું શાલ ઓઢાડી સન્માન કર્યુ અને પુષ્પગુચ્છ આપ્યો ત્યારે એમને એક સંતને મળ્યા જેટલો સંતોષ થયો હતો.




