જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

તા.20/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ જોરાવરનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય દંડક તથા વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા કોમ્યુનિટી હોલ, જોરાવરનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળે તે હેતુથી વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સેવાસેતુ કાર્યક્રમ નાગરિકો અને સરકાર વચ્ચે સમન્વય સાધીને “સરકાર તમારા આંગણે”ના હેતુને સાકાર કરે છે છેવાડાના વિસ્તારોના લોકોને પણ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમણે ઉમેર્યું કે સ્ટ્રીટ વેન્ડર્સ અને શેરી ફેરિયાઓને નાના વ્યવસાય શરૂ કરવા માટે પીએમ સ્વનિધિ યોજના અમલમાં છે જેનો સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 2500થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા શહેરીજનોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત છે આગામી સમયમાં નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ટીમ કાર્યરત છે તેમણે જણાવ્યું કે, અંદાજે રૂ. 50 લાખના ખર્ચે જોરાવરનગર કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરવામાં આવશે અને મહાનગર પાલિકા સંચાલિત કુલ 5 કોમ્યુનિટી હોલનું પણ નવીનીકરણ થશે મહાનગર પાલિકા તંત્ર શહેરીજનોને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા “સરકાર તમારા આંગણે”નો મંત્ર સાકાર થાય છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા સતત વિકાસની દિશામાં કાર્યરત છે વઢવાણ શહેરના વિકાસ માટે રૂ. 53 કરોડનો ખર્ચ કરવામાં આવશે ગેબનશાપીર સુધીના નવા રિવરફ્રન્ટનું કામ શરૂ થયું છે જે પૂર્ણ થતાં શહેરીજનોને રિવરફ્રન્ટની સુવિધા મળશે આકસ્મિક પરિસ્થિતિમાં પાણીની સુવિધા માટે ધોળીધજા ડેમ સંમ્પ મારફતે વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના વિકાસ માટે નવા બે આઈકોનિક રોડનું કામ શરૂ થયું છે મહાનગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનની લગભગ 70 ટકા કામગીરી પૂર્ણ થઈ છે જે પૂર્ણ થતાં શહેરને વધુ એક વિશાળ ફાયર સ્ટેશન મળશે કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા આ ઉપરાંત અંદાજે 12000 લીટર ક્ષમતા ધરાવતા ફાયર બાઉઝરને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગતવિધી કેતનભાઈ શાહે અને આભારવિધી નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જી. કે. મકવાણાએ કરી હતી આ પ્રસંગે સુરેન્દ્રનગર- દુધરેજ- વઢવાણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર્સ, સદસ્યો, સંગઠનના આગેવાનો, મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







