સંકલ્પ અને વિશ્વાસ થકી આદર્શ વ્યક્તિત્વ : ‘સ્પેરો મેન’ શંભુભાઈ મિસ્ત્રીનો ચકલી બચાવ અભિયાન

તા.20/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ધ્રાંગધ્રાનાં શંભુભાઈ મિસ્ત્રી જેઓ પંથકમાં સ્પેરો મેન થી ઓળખાય છે તેમના દ્વારા ધ્રાંગધ્રા શહેરની સાધના વિદ્યાલય ખાતે પોતાની જાતે બનાવેલા લાકડાના મજબૂત ચકલી ઘર નિઃશુલ્ક અર્પણ કરી વિદ્યાર્થીઓ ને વિલુપ્ત થતી ચકલીઓ બચાવવા સંકલ્પ અપાવ્યો હતો આજે વિશ્વ ચકલી દિવસે ખાસ વાત કરીએ ધ્રાંગધ્રાનાં શંભુભાઈ મિસ્ત્રીની જેઓ આજના અને ભવિષ્યના યુવાનો માટે ઉમદા મિશાલ સમાન છે એક સામાન્ય વ્યક્તિએ અસામાન્ય સંકલ્પ સાથે લુપ્ત થતી ચકલીને બચાવવાનું બીડું ઊંચક્યું છે ‘સ્પેરો મેન’ તરીકે ઓળખાતા શંભુભાઈ મિસ્ત્રીએ છેલ્લા 10 થી 12 વર્ષમાં 51 હજારથી વધુ ચકલી ઘરોનું નિઃશુલ્ક વિતરણ કરીને એક અનોખી મિસાલ ઉભી કરી છે 2012માં એક ચકલીનું તૂટી ગયેલું માળું અને નષ્ટ થયેલા ઈંડા જોઈને શંભુભાઈના મનમાં કરુણા જાગી અને ત્યાંથી શરૂ થયો આ અભિયાન પોતાના સુથારી કામમાંથી સમય કાઢીને રોજ ચકલીઓ માટે મજબૂત લાકડાના ઘર બનાવતા શંભુભાઈ આજે હજારો ચકલીઓ માટે આશ્રયસ્થાન ઉભું કરી ચૂક્યા છે શાળા, મંદિર, બગીચા અને તળાવના કિનારાઓ પર જાતે જઈને ચકલી ઘરો લગાવવાનું કામ પણ તેઓ નિષ્ઠાપૂર્વક કરે છે લોકો પણ હવે જન્મ દિવસ અને શ્રદ્ધાંજલિ જેવા પ્રસંગોએ ચકલી ઘર બનાવીને આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે વિશ્વ ચકલી દિવસના અવસરે શંભુભાઈએ લોકોમાં જાગૃતિ લાવતાં અપીલ કરી છે કે પ્રકૃતિ અને તેના જીવનું રક્ષણ કરવું આપણી નૈતિક જવાબદારી છે એક વ્યક્તિના સંકલ્પ અને વિશ્વાસે સાબિત કરી દીધું છે કે સાચી ઈચ્છા હોય તો પરિવર્તન શક્ય છે.




