BHARUCHBHARUCH CITY / TALUKO

નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડના અધ્યક્ષસ્થાને રમજાન ઇદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

સમીર પટેલ, ભરૂચ

 

આજરોજ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મુસ્લિમ સમાજના ઈદના પર્વ દરમિયાન કોમી એકતા જળવાઈ રહે તે માટે અપીલ કરાઈ હતી આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો સાથે તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડએ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં અંદાજે ૧૫ થી ૧૭ જેટલા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સહકાર આપી તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવાની ખાતરી વ્યક્ત કરી હતી.

બેઠકમાં હાજર મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ વિભાગને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે શાંતિ, એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!