DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ શહેરની ઈદગાહ ખાતે મુસ્લિમ સમાજે ઈદની નમાઝ અદા કરી 

તા.૨૧.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરની ઈદગાહ ખાતે મુસ્લિમ સમાજે ઈદની નમાઝ અદા કરી

દાહોદના મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી.સવારે ૦૮:૩૦ કલાકે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.મુસ્લિમ સમાજ માટે રમઝાન માસનું વિશેષ મહત્વ હોય છે. આ પવિત્ર માસ દરમિયાન યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકો રોઝા રાખી દિવસભર ભૂખ્યા-તરસ્યા રહી અલ્લાહની ઈબાદત કરે છે.રમઝાન માસ પૂર્ણ થયા બાદ ચાંદ દેખાયાના બીજા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે.જેમાં દાહોદના મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઇદગાહ ખાતે ઉપસ્થિત રહી ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ સગાં-વહાલાં અને મિત્રોને ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી

Back to top button
error: Content is protected !!