WAKANER વાંકાનેરના દીઘલિયા પ્રાથમિક શાળાનાં આચાર્યનું રિસર્ચ પેપર રાજ્ય કક્ષાએ રજૂ થયું

WAKANER વાંકાનેરના દીઘલિયા પ્રાથમિક શાળાનાં આચાર્યનું રિસર્ચ પેપર રાજ્ય કક્ષાએ રજૂ થયું
મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ વડોદરા ખાતે તા.૧૦/૦૩/૨૦૨૬નાં રોજ જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વડોદરા આયોજિત રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા થીમ અને શૈક્ષણિક ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ સબથીમ પર રિસર્ચ પેપર રજૂ કર્યું હતું.
જે બદલ નરેન્દ્રભાઈ કાલરિયાને જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગરનાં રિસર્ચ એસોસિએટ ડૉ.પંકજભાઈ મિસ્ત્રી સાહેબનાં વરદ્ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજૂ કરવા બદલ નરેન્દ્રભાઈ કાલરિયાને વાંકાનેર તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ રાઠોડ, બીટ કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા, બી.આર.સી.કૉ.ઑ. ઈરફાનભાઈ શેરસિયા, સી.આર.સી.કૉ.ઑ. જગદીશભાઈ સબાડ અને જાવિદભાઈ બાદીએ અભિનંદન પાઠવ્યા હતા.










