
ફૈઝ ખત્રી…શિનોર
આજના સમયમાં પ્રામાણિકતા અને ઈમાનદારીના દાખલા ઓછા જોવા મળે છે, ત્યારે સાધલી ગામના યુવાને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માહિતી મુજબ શિનોર તાલુકાના સાધલી ગામે રહેતા ગુલામ મુસ્તફા ખત્રી દવાખાના સામે આવેલ પોતાની દુકાન પર બેઠા હતા ત્યારે મુખ્ય માર્ગ પર તેમને એક મોબાઇલ પડેલો જોવા મળ્યો હતો. તેમણે મોબાઇલ લઈ પોતાના પાસે સુરક્ષિત રાખ્યો અને મૂળ માલિકનો સંપર્ક થાય તેની રાહ જોતા હતા.
થોડા સમય બાદ અવાખલ ગામના ગિરીશ વસાવા નામના યુવાન નો ફોન આવ્યો હતો કે તેમનો મોબાઇલ ખોવાઈ ગયો છે. આ સમયે ગુલામ મુસ્તફા ખત્રીએ તેમને પોતાની દુકાન પર આવવા જણાવ્યું.
ગિરીશ વસાવા દુકાન પર પહોંચ્યા બાદ જરૂરી પુષ્ટિ કર્યા પછી ગુલામ મુસ્તફા ખત્રીએ તેમને મોબાઇલ પરત આપ્યો હતો. અંદાજિત 20 હજાર નો ખોવાયેલો મોબાઇલ પાછો મળતા ગિરીશ વસાવાએ ગુલામ મુસ્તફા ખત્રીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
ગુલામ મુસ્તફા ખત્રીની આ પ્રામાણિકતા સમાજ માટે પ્રેરણારૂપ બની છે અને સૌ કોઈએ તેમના આ પ્રામાણિકતાની પ્રશંસા કરી છે.




