HALVAD:હળવદના માનસર પાસે કેનાલમાં ડૂબી જવાથી બે રાજસ્થાની યુવાનોના કરુણ મોત

HALVAD:હળવદના માનસર પાસે કેનાલમાં ડૂબી જવાથી બે રાજસ્થાની યુવાનોના કરુણ મોત
હળવદ તાલુકાના માનસર ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ કરુણ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ હળવદ-કચ્છ ફ્રુટ માર્કેટ ખાતે મજૂરી કામ કરતા બે યુવાનો ગત તારીખ ૧૯ માર્ચના રોજ સવારના દસેક વાગ્યે માનસર ગામ નજીક નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. ન્હાતી વખતે અચાનક પાણીના પ્રવાહમાં ખેંચાઈ જવાથી બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા.મૃતક યુવાનોના નામ:રાજુરામ કેશારામ જાટ (ઉંમર વર્ષ ૨૦) ફરશારામ દમારામ જાટ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હળવદ પોલીસે આ મામલે અકસ્માતે મોતે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









