MEHSANAVIJAPUR

વિજાપુર કસાઇવાડા ના બે બાળકોએ એક માસના રમઝાનના રોજા, રાખી સમાજને આપ્યો સબ્રનો સંદેશ

વિજાપુર કસાઇવાડા ના બે બાળકોએ એક માસના રમઝાનના રોજા, રાખી સમાજને આપ્યો સબ્રનો સંદેશ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના કકસાઇ વાડા વિસ્તારમાં રહેતા બે બાળકોએ પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અલ્તાફ ભાઈ કુરેશી નો દીકરો અલી અસગર કુરેશી તેમજ આરીફ હુસેન કુરેશી નો અગિયાર વર્ષની દીકરો મોહમ્મદ તાબીસ બંને બાળકોએ સંપૂર્ણ એક માસ સુધી શ્રદ્ધા અને સમર્પણ સાથે રોજા પાળી ધીરજ અને સબ્રનું પ્રતિક રજૂ કર્યું હતું.
નાની ઉંમરે જ આ બંને બાળકોએ ઈબાદત પ્રત્યેની લાગણી દર્શાવી, દિવસભર ઉપવાસ રાખી અને ખુદાની બંદગીમાં સમય વિતાવ્યો હતો. તેમની આ ભાવનાથી પરિવારજનો તથા વિસ્તારના લોકોમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી હતી.
બંને બાળકોએ દેશની ખુશહાલી, શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ દુઆઓ પણ કરી હતી. સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ બાળકોના આ આત્મવિશ્વાસ અને ધાર્મિક લાગણીને બિરદાવતા તેમને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!