ડેરોલ સ્ટેશનમાં ઘરની સામે જોવા બદલ કહેવા જતા લાકડી વડે હુમલો કરતા 3 સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ.

તારીખ ૨૩/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ભક્તિનગર ખાતે રહેતા કરણસિંહ ફુલસિંહ વણઝારા પોતાના ઘરે હાજર હતા ત્યારે તેઓના ફળિયામાં રહેતા આદિત્ય માધવભાઈ સોલંકી તેઓના ઘર આગળ બેસી ઘર સામે જોયા કરતા હતા જેથી તમે અમારા ઘર સામે કેમ જોયા કરો છો એવું કહેતા ઉશ્કેરાઈ જઈને ગંદી ગાળો બોલી ઘરે જઈ બેટ લઈ આવી મારવા દોડી આવ્યા હતા બુમાબુમ થતા આદિત્યના પિતા માધવભાઈ ઉર્ફે સંજયભાઈ ભલાભાઈ સોલંકી અને તેની માતા મંજુલાબેન દોડી આવ્યા હતા માધવસિહે ફરિયાદીના છોકરા ચંદ્રસિંહ ને માથામાં લાકડી મારી દીધી હતી આદિત્યે ગડદા પાટુનો માર માર્યો હતો. છોડવા પડનાર ભૂમિકાબેન ને મંજુલાબેને ગડદા પાટુનો માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી ઈજાગ્રસ્ત ચંદ્રસિંહ ને ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાંથી ગોધરા સીવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં કરણસિંહ ફુલસિંહ વણઝારા ની ફરિયાદ આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.







