ભરૂચ શહેરમાં એક ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થિની પર વિધર્મી સ્કૂલ વાન ચાલક શાહરુખે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં એક ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થિની પર વિધર્મી સ્કૂલ વાન ચાલક શાહરુખે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.
ભરૂચ તાલુકાના એક ગામનો રહેવાસી વિધર્મી સ્કૂલ વાન ચાલક વિદ્યાર્થિનીને શાળાએ લઈ જવાના બહાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતો હતો. આ કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે.
સગીરાએ હિંમતભેર પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવારે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વાન ચાલકને ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવી માનસિકતા ધરાવતા વિધર્મી ઇસમો શું કોઈ ષડયંત્ર હેઠળ આવા મામલાઓને અંજામ આપી રહ્યા છે ? ત્રણ થી ચાર વર્ષ સુધી સગીરાનું બ્રેન વોશ કરી પોતાના માયાજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા મામલો વધુ ગંભીર બન્યો છે. કેરલા સ્ટોરી જેવી ઘટના ભરૂચમાં સામે આવતા ચકચાર મચી છે. વિધર્મી શાહરુખે એટલા હદ સુધી સગીરાનું બ્રેન વોશ કર્યું હતું કે તેને કાઉન્સિલિંગની ફરજ પડી હતી. આવી ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે.
સાથે આ ઘટનાએ સમાજમાં ચિંતા અને રોષની લાગણી ફેલાવી છે. ખાસ કરીને વાલીઓમાં સ્કૂલ વાહન વ્યવસ્થાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બાળકોની સુરક્ષા માટે જવાબદાર વ્યવસ્થામાં આવી બેદરકારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે શાળા સંચાલકો તેમજ વાલીઓએ વધુ સતર્ક રહેવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે.




