KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકાના પેન્શનરોનું ચીફ ઓફિસર ને આવેદનપત્ર:9 માસના પેન્શન અને મોંઘવારી ભથ્થાની માંગ.

 

તારીખ ૨૩/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા ના તમામ પેન્શનરો દ્વારા ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ ને માહે જૂન 2025 થી માહે ફેબ્રુઆરી 2026 કુલ 9 માસના પેન્શન ના નાના ચૂકવવા બાબતે તથા મોંઘવારીના બાકી પડતા નાણા આપવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પેન્શન અરજી મુજબના નાના આજ દિન સુધી ન મળતા પેન્શનરો મુશ્કેલીમાં મુકાયા છે કુલ 46 રિટાયર્ડ પેન્શનરો ના પરિવારો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અગાઉ આટલા બધા મહિનાનું પેન્શન ચડતું ન હતું. નગરપાલિકાની રોજીંદી આવક અને વેરો ઉઘરાવાતો હતો વેરા માટે અગાઉ કડકવલણ અને દુકાનો ને સીલ મારવામાં આવતા હતા વિધવા પેન્શનર બહેનો સહિત તમામ પેન્શનરો આટલી કારમી મોંઘવારીમાં ઘરનું ભરણ પોષણ ખર્ચ માદગીઓનો ખર્ચ સામાજિક ખર્ચ કેવી રીતે ચૂકવતા હશે તે તો તેમનું મન જ જાણતું હશે આ પેન્શનરોને પોતાનું ઘર ચલાવવા ખૂબ જ મુશ્કેલી પડી રહી છે નગરમાં નવ માસથી પેન્શન ના આવતા અનાજ કરિયાણું ઉધાર પણ મળતું નથી આવી કફોડી હાલત આ પેન્શનરોને જોવા મળે છે નગરપાલિકા કાલોલ ના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ હમણાં જ તાજેતરમાં તેમની નિમણૂક થઈ છે ત્યારે ચીફ ઓફિસરે પણ આ બાબતે યોગ્ય નિર્ણય ઘટતું કરવા ના પક્ષમાં છે હમણાં જ નિમણૂક થતા તેઓએ પણ આ બાબતે અભ્યાસ કરવો પડશે તેવું લાગી રહ્યું છે અને પ્રમુખ આ બાબતે યોગ્ય નિર્ણય લઇ પેન્શનરોના નાણા જલ્દી પેન્શનરોને મળે તેવી તજવીજ કરે એવી પેન્શનરોની માંગ છે.

Back to top button
error: Content is protected !!