સાગબારા-બોરદા-શેરૂલા રસ્તા પરના વાહનો માટે રૂટ ડાયવર્ઝન અંગેનું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું,

સાગબારા-બોરદા-શેરૂલા રસ્તા પરના વાહનો માટે રૂટ ડાયવર્ઝન અંગેનું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું,

વાતાસલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.કે.મોદીને મળેલ સત્તાની રૂએ સાગબારા-બોરદા-શેરૂલા રસ્તા (કિ.મી. ૦૦ થી ૧૦/૮૦૦) પર (૧) પાટગામ પાસે ચૈ. ૫/૬૦૦ થી ૫/૮૦૦ વચ્ચે હયાત મેજર બ્રીજને તોડી પાડી નવો મેજેર બ્રીજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવેલ હોઈ, રસ્તા પરનો વાહનવ્યવહારને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ ટ્રાફિક ડાયવર્ઝન સાગબારાથી ધોડમુંગ તરફ જતા વાહનો સાગબારાથી પાટ ચોકડી-પાંચપીપરી-ઘોડમુંગ તરફ જઈ શકશે. ધોડમુંગ ગામેથી સાગબારા તરફ જતાં ભારે વાહનો ઘોડમુંગ-પાંચપીપરી-પાટ ચોકડી થઈ સાગબારા તરફ જઈ શકશે.
રસ્તો વાહનો માટે બંધ હોવા અંગે નિયમાનુસઆર જરૂરી બોર્ડ/બેરીકેટ્સ લગાડવાની, વાહનોનો પ્રવેશ પ્રેતિબંધિત કરવા અંગેની તથા તેને આનુષંગિક તમામ કામગીરી કાર્યપાલક ઈજનેરશ્રી, સ્ટેટ(મા.મ) વિભાગ, રાજપીપલાએ કરવાની રહેશે.
આ જાહેરનામાની અમલવારી જાહેરનામાની તારીખથી ૦૫/૦૯/૨૦૨૬ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર
થશે.


