
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ભારતીય જૈન સંગઠન મહિલા વિંગ, ભુજ દ્વારા ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવણી
મુંદરા, તા. 24 માર્ચ 2026 :
ભારતીય જૈન સંગઠન મહિલા વિંગ, ભુજ દ્વારા પ્રમુખ શ્રીમતી ગીતા પારેખના નેતૃત્વ હેઠળ હોટેલ રેજેન્ટા ખાતે ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ચિત્રહાર મ્યુઝિકલ હાઉસી, ગ્રુપ ફોટો કોન્ટેસ્ટ તેમજ ઓડિયન્સ રાઉન્ડ જેવી વિવિધ રસપ્રદ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ અંદાજે 35 જેટલા ઇનામો રાખવામાં આવ્યા હતા.
સાથે સાથે વર્લ્ડ વોટર ડે નિમિત્તે “આંજુલી” ફાઉન્ડેશન પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોએ પાણીનો બગાડ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન મહામંત્રી શ્રીમતી મનીષાબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ ગીતા પારેખે છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ આપતા જણાવ્યું હતું કે, મહિલા વિંગ દ્વારા માત્ર એક વર્ષના ગાળામાં 8 મનોરંજનાત્મક કાર્યક્રમો, 12 જીવદયા કાર્યક્રમો, 12 ફાઉન્ડેશન કાર્યક્રમો તેમજ ઓનલાઇન કોન્ટેસ્ટ, સમસ્ત જૈન સમાજ ની બહેનો માટે સ્માર્ટ ગર્લ પોગ્રામ, કુકિંગ અને મેકઅપ ડેમો સહિત કુલ મળીને 38 જેટલા કાર્યક્રમો અને પ્રોજેક્ટ સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં આશરે 90 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. ખજાનચી શ્રીમતી મયુરી દોશી દ્વારા ગયા વર્ષની આવક-જાવકનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો.
ભારતીય જૈન સંગઠન ના લેડીવિંગના મંત્રી મીરા શાહનું ભાજપના મહિલા મોરચાના મહામંત્રી બનવા બદલ સન્માન કરવામાં આવેલ હતું
અંતમાં આભારવિધિ મહામંત્રી શ્રીમતી ડિમ્પલ ભનશાળી દ્વારા કરવામાં આવી હતી, તેમજ કોરિયોગ્રાફી સોનુ મહેતા અને કાજલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ પ્રિતી શેઠ, નિશા ખંડોર, દીપા શાહ, મીરલ શાહ, મનીષા મોરબિયા, સરલા દોશી, સોનુ કોઠારી, વૈશાલી શાહ તથા સહિતના સભ્યોએ વિશેષ મહેનત કરી હતી.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




