BHARUCHBHARUCH CITY / TALUKO

જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૮મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી

સમીર પટેલ, ભરૂચ

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય ધ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૮મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક બી.ડી.એમ.એ. હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષશ્રી એડવોકેટ ફિરદોશબેન મન્સુરી, ઉપાધ્યક્ષ શ્રીમતી પ્રિતિબેન દાણી, ડિસ્ટ્રીક્ટ લાઈવલીહૂડ મેનેજર શ્રી પ્રવીણભાઈ વસાવા, કે.જે ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજના પ્રીન્સિપાલશ્રીના પ્રતિનીધી શ્રી નારણ વસાવા, શ્રીમતી ઈન્દીરાબેન રાજ, શ્રીમતી રશ્મીબેન જોષી, કુ.રાફીયા ખાનમ મિરઝા, ઝૂલ્ફીકાર સૈયદ, લીડ બેંક મેનેજરશ્રી અનુપ જ્યોતિષી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શ્રી અજીતસીંહ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વર્ષ દરમ્યાન થયેલ કામગીરી તેમજ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આયોજન તથા એકશન પ્લાન રજુ કરી વિસ્તૃત ચર્ચા કરતા નિયામક અને સભ્યસચિવશ્રી ઝ્યનુલ આબેદીન સૈયદે માહિતી પૂરી પાડી હતી અને આગામી નાણાકીય વર્ષની સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની આંગણવાડીઓ માટે વિશેષ અભ્યાસક્રમ “પોષક” (પોષણ, શિક્ષા અને કૌશલ્ય)( અભ્યાસક્રમ શરૂ કરવા આયોજન કરેલ છે. સાથે સાથે યોગા ટ્રેનીંગ અભ્યાસક્રમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યારે હાયર સેકેન્ડરી શાળાઓ માટે બેઝીક હેલ્થ એન્ડ વેલનેસ સ્કીલનો અભ્યાસક્રમ શરૂ કરવામા આવનાર છે. આ ઉપરાંત ગત તારીખ ૯મી માર્ચે આયોજીત પોસ્ટ બજેટ વેબીનારમાં માનનીય વડાપ્રધાનશ્રી તથા માનનીય આરોગ્ય મંત્રીશ્રી ધ્વારા અપાયેલ માર્ગદર્શન અનુસાર કેરટેકર અંગેનો ચાઈલ્ડકેર ટેકર (નોન ક્લીનીકલ્સનો) વિશેષ અભ્યાસક્રમ શરૂ કરી આ પ્રકારના પ્રોફેશનની માંગ પૂરી કરવા પ્રયાસો હાથ ધરાયેલ છે.
હાજર સભ્યોએ તમામ કામગીરીની નોંધ લઈ હર્ષની લાગણી વ્યકત કરી હતી અને સાથે સાથે ચાલુ નાણાકીય વર્ષમાં સીએસઆર ઈનીસિટીવ હેઠળ સહકાર આપનાર કંપનીઓ ગુજરાત ગાર્ડીયન લી., એન.ટી.પી.સી ઝનોર તેમજ પી.જી.પી.ગ્લાસ જંબુસરનો આભાર વ્યકત કર્યો હતો અને આગામી નાણાકીય વર્ષમાં તેઓના સહકાર થકી શ્રેષ્ઠ કામગીરી કરી શકાય તેવી અભ્યર્થના વ્યકત કરી હતી.

Back to top button
error: Content is protected !!