જેતપુર પાવી પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરી નાબૂદી અને લોન માર્ગદર્શન અંગે લોક-દરબારનું આયોજન



જેતપુર પાવી પોલીસ સ્ટેશન દ્રારા વ્યાજખોરો તેમજ લોન અંગેની જરૂરી માર્ગદર્શન માટે મિટીંગનુ કરવામા આયોજન કરવામાં આવ્યુ.સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં ગામડામા વસતા લોકોને વ્યાજખોરો દ્રારા મુક્તિ મળે તેમજ સરળતાથી બેંકોમાંથી લોન મળી રહે તે માટે કાર્યક્રમનુ આયોજન કરવા તેમજ તેઓ જાગૃત બને તે માટે સુચના કરવામા આવેલ.જે આઘારે હર્ષ શર્મા,મદદનીશ પોલીસ અઘિક્ષકશ્રી બોડેલી ડીવીઝન બોડેલી તથા એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપર વિઝન હેઠળ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં બેંકના કર્મચારીઓ, વેપારીઓ તેમજ ગામના આગેવાનો સાથે બેંક દ્રારા ખેડુતો તેમજ બેરોજગારોને મદદરૂપ થતી લોન વિશે માહીતી આપવામા આવી અને વ્યાજખોરો દ્રારા મોટા વ્યાજદર માથી કેવી રીતે મુક્તિ મેળવવી તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ તેમજ પોલીસ દ્રારા આવા વ્યાજખોરો દ્રારા કોઈ કનડગત કરવામા આવે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે માહીતી આપવામા આવી.
રિપોર્ટર તોસીફ ખત્રી




