DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી સાથે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નો પ્રારંભ

તા.૨૪.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી સાથે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નો પ્રારંભ

સદગુરૂ ફાઉન્ડેશન, ચોસાલા (દાહોદ) ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી. વર્ષ 2026ની થીમ “Yes! We Can End TB. Led by Bharat. Powered by Janbhagidari.”ને કેન્દ્રમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તથા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર. ડી.પહાડિયા, તબીબી અધિકારી ડૉ.અલ્પના જૈન તથા તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સદગુરુ ફાઉન્ડેશન ના ડાયરેક્ટર શર્મિષ્ઠા બેન સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત જિલ્લા ક્ષય અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચનથી કરવામાં આવી, જેમાં ટીબીના નિદાન, સારવાર અને નિયંત્રણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા ટીબી મુક્ત ભારત માટે જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકાયો.આ પ્રસંગે વર્ષ 2025 દરમિયાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર દેવગઢ બારીયા, ફતેપુરા, ધાનપુર, ગરબાડા, ઝાલોદ, દાહોદ અને લીમખેડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, UPHC, તેમજ ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, CHO, MPHW અને આશા બહેનોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ ઉપરાંત “જન જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન 2.0”નો પ્રારંભ મુખ્ય મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો.કાર્યક્રમના અંતે તબીબી અધિકારી ડૉ. અલ્પના જૈન દ્વારા આભારવિધિ કરવામાં આવી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!