DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ સબ જેલ ખાતે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વિશાળ હેલ્થ કેમ્પ યોજાયો 

તા.૨૪.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સબ જેલ ખાતે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વિશાળ હેલ્થ કેમ્પ યોજાયો

વિશ્વ ક્ષય દિવસ (World TB Day) ની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના સબ જેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દિશા ડાપકુ યુનિટ દાહોદ, તાલુકા હેલ્થ ઓફિસ દાહોદ, ટી.બી. વિભાગ, આઈ.સી.ટી.સી. દાહોદ તથા પ્રિઝન પ્રોગ્રામના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો.કાર્યક્રમનો મુખ્ય હેતુ કેદીઓમાં ટી.બી., એચઆઈવી/એઈડ્સ તથા અન્ય ચેપીરોગો અને બિન ચેપીરોગો અંગે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર નિદાન દ્વારા આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા ટી.બી.ના લક્ષણો, નિવારણ, સમયસર સારવારનું મહત્વ તેમજ “ટીબી મુક્ત ભારત” અભિયાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલુકા હેલ્થ ઓફિસર દાહોદ ડૉ. ભગીરથ બામણિયાના માર્ગદર્શન હેઠળ અનુભવી મેડિકલ ટીમ દ્વારા કેદીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ટીમમાં બે મેડિકલ ઓફિસર, બે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), એક ફાર્માસિસ્ટ, એક એમ.પી.એચ.ડબ્લ્યુ તથા એક લેબ ટેક્નિશિયનનો સમાવેશ થતો હતો.આ ઉપરાંત એસ.ટી.એસ. દાહોદ, આઈ.સી.ટી.સી. કાઉન્સેલર, લેબ ટેક્નિશિયન, મોબાઇલ વાન લેબ ટેક્નિશિયન, શુભેશા પ્રોજેક્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તેમજ દિશા ડાપકુ યુનિટના સ્ટાફ દ્વારા પણ કેમ્પમાં સક્રિય ભાગ લઇ કામગીરીને ગતિ આપવામાં આવી હતી.કેમ્પ દરમિયાન કુલ 225 કેદીઓની વિવિધ આરોગ્ય તપાસો કરવામાં આવી હતી, જેમાં એચઆઈવી, સિફિલીસ, હિપેટાઈટિસ, ટી.બી., બ્લડ પ્રેશર અને બ્લડ શુગર જેવી મહત્વપૂર્ણ તપાસોનો સમાવેશ થાય છે. જરૂરિયાત મુજબ દર્દીઓને તાત્કાલિક સારવાર, દવાઓ અને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દ્વારા કેદીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવામાં અને સંક્રમિત રોગોના નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે. સમગ્ર કાર્યક્રમ તમામ અધિકારીઓ, આરોગ્ય સ્ટાફ અને સહયોગી સંસ્થાઓના સંકલન અને સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.“Yes! We Can End TB – Led by Bharat, Powered by Janbhagidari” ના સૂત્રને સાકાર કરવા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવશે.

Back to top button
error: Content is protected !!