MORBI મોરબી માળિયા ફાટક પાસે જાહેરમાં ‘નોટ નંબરી’ જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

MORBI મોરબી માળિયા ફાટક પાસે જાહેરમાં ‘નોટ નંબરી’ જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
મોરબી: શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી, ત્યારે માળિયા ફાટક પાસે બે ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન આ બંને શખ્સો ભારતીય ચલણી નોટોના નંબર પર હાર-જીતનો જુગાર (નોટ નંબરી) રમતા રંગેહાથ ઝડપાયા હતા.પોલીસે સ્થળ ઉપરથી બે શખ્સોની ધરપકડ કરી છે:
નીલેશભાઈ દીનેશભાઈ મજેઠીયા (ઉંમર વર્ષ ૨૨)
અજયભાઈ તુલસીભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૩)
બંને આરોપીઓ મોરબીના ‘સો ઓરડી’ વિસ્તારના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૩૧૦ ની રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









