સુરેન્દ્રનગર ભાજપ લઘુમતિ મોરચાનાં કાર્યાલય મંત્રી પદે રૂસ્તમ પીલુડીયાની નિમણૂક કરાઈ

તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ રૂસ્તમભાઈ ઉસ્માનભાઈ પીલુડીયાની સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમને સુરેન્દ્રનગર વઢવાણ શહેર માટે આ જવાબદારી સોંપવામાં આવી છે આ નિમણૂક સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી રાજેશભાઈ શુકલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાના નેતૃત્વ હેઠળ કરાઈ હતી આ સમાચાર બાદ સમાજ અને એડવોકેટ મિત્રો સહિત રાજકીય આગેવાનો તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવાયા હતા પોતાની નિમણૂક બદલ રૂસ્તમભાઈ પીલુડીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પ્રદેશ પ્રમુખ લઘુમતી મોરચાના નાહીનભાઈ કાજી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને સુરેન્દ્રનગર જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ એ ડી વારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે મિત્ર વર્તુળ માં પણ ખુશીની લહેર છવાઈ જેવા પામી હતી મિત્રોમાંથી અશરફભાઈ વોરા ઇસ્માઈલભાઈ પટેલ આરીફ ભાઈ જરગેલા મુસાભાઇ સંધિ તેમજ એડવોકેટ મિત્રો માંથી પણ તેને શુભકામનાઓ પ્રાપ્ત થઈ હતી ત્યારે પરિવારમાં પણ ખુશીની લહેર છવાઈ જવ પામી હતી.




