GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગર પાલિકા હોલ ખાતે ‘નારી સંમેલન’નું ભવ્ય આયોજન

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

નારી શક્તિના સન્માન અને મહિલા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે આજરોજ શહેરા નગર પાલિકા હોલ ખાતે “નારી સંમેલન” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

કાર્યક્રમની શરૂઆત સવારે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કિશોરીઓ દ્વારા સુંદર પ્રાર્થના અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપી કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી હતી.

 

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને કાયદાકીય અને સામાજિક રીતે જાગૃત કરવાનો હતો, જે અંતર્ગત

કલ્પનાબેન દ્વારા મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યોગિનીબેન (પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર) દ્વારા મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.મહેશભાઈ (મહિલા અને બાળ કલ્યાણ વિભાગ) દ્વારા સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી જેથી વધુમાં વધુ મહિલાઓ તેનો લાભ લઈ શકે.

 

આ ઉપરાંત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અને ‘૧૮૧ અભયમ ટીમ’ ની કામગીરી અને મુશ્કેલીના સમયે તેમની મદદ કેવી રીતે લેવી તે અંગે કલ્પનાબેન અને દીપલબેન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

કાર્યક્રમના અંતિમ ચરણમાં મંચસ્થ મહાનુભાવો અને અધ્યક્ષશ્રી દ્વારા પ્રેરણાદાયી ઉદબોધન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને અંતે મુખ્ય સેવિકાબેન દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!