
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)એ અરવલ્લીના સાતરડા ગામના પ્રજાપતિ સવિતાબેનના સપનાના ઘરનું સપનું સાકાર કર્યું
કાચા મકાનમાંથી પક્કા આવાસ સુધીની મુસાફરી….અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈને સુખી જીવન જીવતા પરિવારો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામમાં રહેતા પ્રજાપતિ સવિતાબેન ડાહ્યાભાઈ અને તેમના પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)એક વરદાન સાબિત થઈ છે. આ યોજનાના અંતર્ગત મળેલા પાકા મકાનમાં આજે તેઓ સુખ અને સલામતી સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે. કાચા અને જર્જરિત મકાનમાં વરસાદ, ઠંડી કે ગરમીમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તે બધું હવે અતીત બની ગયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અગ્રણી પહેલ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગુજરાતમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું સ્વપ્નીલ આવાસ મેળવવાની તક મળી છે. અરવલ્લી જિલ્લામાં પણ આ યોજનાએ ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. અહીં અનેક પરિવારોના કાચા મકાનો પક્કા બન્યા છે અને તેઓ આજે માનવીય મૂલ્યો સાથે સુખેથી જીવી રહ્યા છે. આ યોજના માત્ર ઘર આપવાની નથી, પરંતુ પરિવારની સુરક્ષા, આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક પણ છે.
સાતરડા ગામના સવિતાબેન અને તેમના પરિવારના જણાવ્યા અનુસાર, “પહેલાં અમારું મકાન કાચું હતું. વરસાદ પડે ત્યારે પાણી ઘરમાં ઘૂસી જતું અને રાત્રે ઊંઘવામાં પણ ડર લાગતો. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમને પક્કું મકાન મળ્યું છે. હવે અમે નિર્ભયતાથી જીવીએ છીએ. અમારા બાળકોને સારું વાતાવરણ મળ્યું છે અને પરિવારમાં ખુશીઓ વધી ગઈ છે. આ યોજના અમારા જીવનમાં એક નવી આશા અને ઉત્સાહ લાવી છે.”આજે અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી હજારો પરિવારોના સપના સાકાર થયા છે. કાચા મકાનમાં રહેતા લોકોને પાયાની સુવિધાઓ સાથેનું પક્કું આવાસ મળવાથી તેમનું જીવન સ્થિર અને સુખી બન્યું છે. આ યોજના ગરીબી નિવારણ અને આવાસીય સુરક્ષાના ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રમાણ છે.સવિતાબેન જેવા અનેક લાભાર્થીઓ થકી સાબિત થાય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના એક સરકારી યોજના લાખો પરિવારો માટે આશાનો કિરણ છે. આ યોજના દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની નવી કહાનીઓ લખાઈ રહી છે





