
પાલીતાણા ના ડુંગરપુર ગામે ઝરખ દ્વારા ત્રણ લોકો પણ હુમલો કરતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડુંગર આસપાસ ના ગામડાઓમાં ડુંગરપુર,આદપુર સહિત માં સિંહો આવર નવાર દેખાય છે અને માલઢોર નું મારણ કરે છે ત્યારે વર્તમાન ડુંગરપુર ગામે ઝરખ દેખાતા અને તોફાની બની અને ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરી ધાયલ કરી દેતા પાલીતાણા સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ કરેલ છે જેમાં ઝરખ ના હુમલા માં હિમાંશુ પ્રવિણભાઈ સોલંકી ઉંમર વર્ષ ૮, અનવરશા સતારશા ફકીર ઉંમર વર્ષ ૨૫ અને અરૂણ રામજીભાઈ સોલંકી ઉંમર વર્ષ ૧૭ ને હાથ પગ સહિત શરીરના ભાગો પર ઝરખ એ હુમલો કરી ધાયલ કર્યો છે જ્યારે વન્ય વિભાગ દ્વારા હિંસક વન્ય પશુઓ નું નિયંત્રણ જરૂરી બન્યું છે
રિપોર્ટ જીશાન ખૂંટ પાલિતાણા






