SINORVADODARA

ડભોઇ ડેપોની સાધલી=વડતાલ બસ શરૂ..સાધલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ દ્વારા શ્રીફળ વધેરી પ્રસ્થાન કરાયુ

ફૈઝ ખત્રી…શિનોર
વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ડભોઈ ડેપો દ્વારા ડભોઈ-શિનોર-સાધલી-વડતાલ રૂટ પર નવી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે.

આ બસ ડભોઈથી સવારે 7:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને શિનોર પહોંચ્યા બાદ સવારે 7:45 વાગ્યે વડતાલ જવા માટે આગળ વધશે. સાધલી બસ સ્ટેન્ડ પર આ બસ સવારે 8:00 વાગ્યે પહોંચશે. ત્યારબાદ બસ કાયાવરોહણ, પોર, કિતિઁ, વડોદરા, વાસદ, આણંદ અને બાકરોલ થઈને વડતાલ પહોંચશે.
ખાસ વાત એ છે કે બસ વડતાલમાં આશરે બે કલાક સુધી રોકાશે, જેથી ભક્તો આરામથી દર્શન કરી શકે. ત્યારબાદ બસ એ જ રૂટ પરથી પરત ફરશે.
સાધલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ તેમજ રેલ એન્ડ રોડ પેસેન્જર એસોશીએશન પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા શ્રીફળ વધેરી પેંડા ખવડાવી બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ નવી સેવા શરૂ થવાથી વડતાલ જતા ભક્તો અને મુસાફરોને ખૂબ જ સુવિધા મળશે. ડભોઈ ડેપો દ્વારા તમામ ભક્તોને આ સેવા નો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!