GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ભાજપા ની બેઠક યોજાઈ.

તારીખ ૨૬/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 અંગે કાલોલ કોમ્યુનિટી હોલમાં બેઠક યોજાઈ જેમાં પ્રદેશ તેમજ જિલ્લા ની વિવિધ રણનીતિ અંગે માર્ગદર્શન થયું. જેમાં જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સિંહ ગોહિલ, જિલ્લા ચૂંટણી ઈન્ચાર્જ ડૉ યોગેશ પંડ્યા,કાલોલ તાલુકા મંડળ પ્રભારી મેહુલભાઇ પટેલ, મણીબેન, જિલ્લા ઉપાધ્યક્ષ રશ્મિકાબેન વિશેષ માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહ્યા હતા. કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર અને નરેન્દ્રસિંહ જાદન સાથે તાલુકા ભાજપ ની ટીમ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ ને તમામ શિટો પર ભવ્ય વિજય અપાવવાની યોજના બનાવી એક સાથે કટિબદ્ધ થયા હતા.







