ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી : શામળાજી વિસ્તારમાંથી ₹ 1.10 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો- 1 ની ધરપકડ,જિલ્લામાં SMC ની વોચ યથાવત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી : શામળાજી વિસ્તારમાંથી ₹ 1.10 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો- 1 ની ધરપકડ,જિલ્લામાં SMC ની વોચ યથાવત..!!

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેસ્થાન રોડ પર આવેલા જીઓ પ્રેટોલ પંપ પાસે રાજેસ્થાન તરફ કારછા ગામ નજીક હાઈવે પરથી આશરે ₹ 1,10,32,600 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે જ્યારે દારૂના સપ્લાય સાથે સંકળાયેલા ચાર આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે જેથી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે અંગે માહિતી મેળવી શકાય. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમતો ચક્ર શરૂ કર્યો છે.આ બનાવ પછી શામળાજી પોલીસ સ્ટેશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે કારણ કે તેમની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરીને આ જથ્થો ઝડપી પાડ્યો છે

સ્થાનિકોમાં ચર્ચા છે કે નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ વચ્ચે આટલી મોટી દારૂ હેરાફેરી કેવી રીતે થઈ રહી હતી.પોલીસે ગુજરાત પ્રતિબંધ અધિનિયમની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 336(2), 336(3), 340(2) અને 238 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપીને શામળાજી પોલીસને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી શામળાજી ચેકપોસ્ટ પર મોટી માત્રામાં ઝડપાતો દારૂ એકાએક શાંત પડી જતા હોવાની ગંધ SMC ની આવી જતા મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં SMC ની સફળતા હાથ લાગી હોવાની વાતો વહેતી થઈ છે જોકે છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જીલ્લામાં SMC ની વોચ એ સાબિત કરી બતાવે છે કે જિલ્લામાં ક્યાંક અંદર ખાનગી રીતે દારૂની ઘુસણખોરી સામે અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે જિલ્લા પોલીસ વડા પણ જો ખાનગી રીતે તપાસ કરે તો કેટલાક પોલીસ કર્મીઓ ની નીચે રેલો આવે તો નવાઈ નથી. જોકે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં દારૂ ને લઇ અનેક ચર્ચાઓ જામી છે કેટલાક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વહેંચાઈ રહ્યો છે છતાં LCB કે સ્થાનિક પોલીસ ને પણ ગંધ ન આવતી હોય તેવો ઘાટ ઊભો થયો છે. જોકે હજુ પણ SMC ની નજર જિલ્લા પર હોય તો નવાઈ નહીં

(1) રાકેશ કુમાર ગણેશરામ બંજારા જાતે બંજારા ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે. બંજારા મહોલ્લા, અકલેરા, તહેસીલ અકલેરા, જિલ્લા ઝાલાવાર, રાજસ્થાન(દારૂ ભરેલ ટ્રકનો ચાલક)

વોન્ટેડ આરોપીઓ -:

(2) રાજુ મારવાડી રહે. રાજસ્થાન (દારૂનો જથ્થો મોકલનાર)

(૩) ટ્રક રજી. નંબર NLO1AA8121 વાળાનો માલીક

(૪) આરોપી ડ્રાઇવરને અંબાલા ખાતે દારૂ ભરેલ ટ્રક આપી જનાર રાજુ મારવાડીનો માણસ (અજાણ્યો ઇસમ)

(૫) અમદાવાદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો માણસ તથા તપાસમાં મળી આવે તે.

Back to top button
error: Content is protected !!