GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોલીસ બેડામાં મોટા ફેરફાર: 4 PSIને પીઆઈ તરીકે બઢતી સાથે બદલી, 1 નવા અધિકારીની નિમણૂંક

 

 

MORBI:મોરબી પોલીસ બેડામાં મોટા ફેરફાર: 4 PSIને પીઆઈ તરીકે બઢતી સાથે બદલી, 1 નવા અધિકારીની નિમણૂંક

 

​મોરબી: ગાંધીનગર સ્થિત ડીજી અને આઈજીપી કચેરી દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) વર્ગ-3 ના અધિકારીઓને હંગામી ધોરણે પોલીસ ઈન્સ્પેક્ટર (PI) વર્ગ-2 તરીકે બઢતી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 29 માર્ચ 2026ના રોજ પ્રસિદ્ધ થયેલા આદેશ અનુસાર, રાજ્યના કુલ 254 અધિકારીઓને પ્રમોશન સાથે નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવી છે.

.
​આ ફેરફારોની સીધી અસર મોરબી જિલ્લા પોલીસ તંત્ર પર પણ જોવા મળી છે. મોરબીમાં ફરજ બજાવતા ચાર કાર્યદક્ષ અધિકારીઓની બઢતી સાથે અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લામાંથી એક નવા અધિકારી મોરબીમાં કાર્યભાર સંભાળશે.​મોરબી ખાતે નવા નિમણૂંક પામેલા અધિકારી ​કચ્છ પશ્ચિમ-ભૂજ ખાતે કાર્યરત જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયાને બઢતી આપીને હવે મોરબી જિલ્લામાં પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે.મોરબીથી બઢતી સાથે બદલી પામેલા અધિકારીઓની વિગત‌​મોરબી જિલ્લામાં ફરજ બજાવતા નીચે મુજબના ચાર અધિકારીઓને હવે નવી જવાબદારીઓ સોંપાઈ છે

ધર્મિષ્ઠા વિશાલ કાનાણી મોરબી વલસાડ
પુષ્પાબેન રમેશભાઈ આહિર મોરબી સી.આઈ.ડી. ક્રાઈમ
વિજય નરોત્તમભાઈ પરમાર મોરબી સી.આઈ.ડી. ક્રાઈમ
નારણ માયાભાઈ ગઢવી મોરબી સાયબર

આ બઢતીઓ હંગામી ધોરણે કરવામાં આવી છે, જે અંતર્ગત અધિકારીઓને વર્ગ-3 માંથી વર્ગ-2 ના હોદ્દા પર બઢતી આપી રાજ્યના સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!