
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના ગરીબ અને શ્રમિક દર્દીઓને માત્ર 50% માં એક્સ-રે સુવિધાનો લાભ મળશે
મુંદરાના ઔદ્યોગિક એકમો દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વનું પ્રેરણાદાયી કાર્ય: ધ્રબ હોસ્પિટલને ₹11 લાખનું અત્યાધુનિક એક્સ-રે મશીન અર્પણ
ઓલકાર્ગો ટર્મિનલ લી. અને સ્પીડી માલ્ટિમોડ્સ લી. (અવશ્ય ફાઉન્ડેશન) દ્વારા માનવતાવાદી અભિગમ
મુંદરા, તા. 26:
મુંદરા તાલુકો જે રીતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, તેની સાથે અહીં કાર્યરત ઉદ્યોગો પણ પોતાની સામાજિક જવાબદારી (CSR) નિભાવી જનકલ્યાણના કાર્યોમાં સહભાગી બની રહ્યા છે. આ કડીમાં ઓલકાર્ગો ગ્રુપના ‘અવશ્ય ફાઉન્ડેશન’ દ્વારા મુન્દ્રાના ધ્રબ ગામે આવેલી ‘ધ્રબ હોસ્પિટલ’ને ₹11 લાખના ખર્ચે અત્યાધુનિક એક્સ-રે મશીન અર્પણ કરવામાં આવ્યું છે.
ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ:
ધ્રબ હોસ્પિટલ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એક્સ-રે મશીનનું લોકાર્પણ કરી તેને દર્દીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે ઓલકાર્ગો ગ્રુપના MD મિસ્ટર શશી કિરણ શેટ્ટી તથા અવશ્ય ફાઉન્ડેશનના ચેરપર્સન મિસિસ આરથી શેટ્ટીના માર્ગદર્શન હેઠળ લોકેશન હેડ યાજ્ઞેશ લીંબાણી અને હર્ષિત પારેખ સાહેબના વિશેષ સહયોગથી આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
કાર્યક્રમમાં કંપનીના વિવિધ વિભાગીય વડાઓ (HODs) ગતિકૃષ્ણ સુતાર, સુકેશ શેટ્ટી, મુસ્તાક ખત્રી, રાકેશ કુમાર દ્વિવેદી, વિનય વોરિયા, અરુણ જોશી, સુદીપ્તા સિંઘા, દયાનંદ શેટ્ટી, વિકાસ સિંગ, દીપક ભૌમિક, પાલુ ગઢવી, મહેન્દ્ર યાદવ અને નિખિલ સોની ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ:
આ અવસરે ધ્રબ ગામના સરપંચ અસલમભાઈ, ઉપસરપંચ હાસીમ તુર્ક, ધ્રબ જમાતના પટેલ આન્દ્રેમાન ભાઈ, અબ્દુલ કાદરભાઈ, ગનીભાઈ, અનવરભાઈ તેમજ હોસ્પિટલના પ્રમુખ રફીકભાઈ અને ટ્રસ્ટીઓ હુસેનભાઈ મીઠાણી, હુસેનભાઈ ભેગાણી, સુલતાનભાઈ, યાકુબભાઈ, નિઝામભાઈ, સદામભાઈ, મન્સુરભાઈ, અબ્દરીમભાઈ, અબ્દુલ્લાભાઈ, મજીદભાઈ, આસીફભાઈ, અર્શલાન તુર્ક અને હુસેનભાઈ ભચુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અશરફભાઈ તુર્ક દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રમિકો માટે રાહતનું કિરણ:
રાશાપીર સર્કલ પાસે આવેલી ધ્રબ હોસ્પિટલ આ વિસ્તારમાં કાર્યરત હજારો શ્રમિકો માટે આશીર્વાદ સમાન છે. મુન્દ્રામાં વધતા વાહનવ્યવહાર અને ઉદ્યોગોને કારણે અકસ્માતના સમયે તાત્કાલિક નિદાન માટે એક્સ-રે મશીનની ખોટ વર્તાતી હતી, જે હવે દૂર થઈ છે. હોસ્પિટલના પ્રમુખ રફીકભાઈ તુર્ક અને મેનેજર અસલમભાઈ તુર્કે જણાવ્યું હતું કે, આ મશીનનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે અને દર્દીઓ પાસેથી માત્ર 50 ટકા જેટલો નજીવો ચાર્જ લઈને એક્સ-રે કરી આપવામાં આવશે, જેથી આર્થિક રીતે નબળા વર્ગને મોટી રાહત મળશે.
આ ઉમદા સેવા કાર્ય બદલ ધ્રબના ગ્રામજનો અને હોસ્પિટલ પરિવાર દ્વારા ઓલકાર્ગો કંપની અને અવશ્ય ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. એવું ધ્રબ હોસ્પિટલના મેનેજર અસલમભાઈ તુર્કએ એક યાદીમાં જણાવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




