SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા દ્વારા જોરાવરનગર સરકારી દવાખાના ખાતે ત્રીજું RRR સેન્ટર ખુલ્લું મુકાયું

તા.27/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા Reduce, Reuse, Recycle (RRR) સેન્ટરની શ્રેણીમાં ત્રીજું RRR સેન્ટર જોરાવર નગર સરકારી દવાખાના ખાતે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે આ અગાઉ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર ૪ અને વોર્ડ નંબર ૧૩માં બે RRR સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા જેમાં જનતાએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો આ કેન્દ્રો દ્વારા મહાનગર પાલિકા વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને વપરાશલાયક વસ્તુઓ કપડાં, પુસ્તકો, રમકડાં, પગરખાં વગેરે પૂરી પાડવામાં આવી રહી છે અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગને મદદરૂપ થઈ રહ્યું છે RRR સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય છે કચરો ઘટાડવો (Reduce)
વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો (Reuse)
પર્યાવરણ સંરક્ષણ માટે રિસાયક્લિંગ (Recycle) આ પહેલ સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલી છે અને તે સ્વચ્છતા સાથે સાથે સમાજસેવાનું ઉત્તમ મોડલ બની રહ્યું છે મહાનગર પાલિકા તરફથી અપીલ છે કે નાગરિકો વપરાશલાયક પરંતુ ઘરમાં ન વપરાતી વસ્તુઓ (સારી હાલતમાં હોય તેવા કપડાં, પુસ્તકો, રમકડાં, ચપ્પલ- જૂતા વગેરે) આ RRR સેન્ટરમાં દાન કરે આ દાનથી એક તરફ પર્યાવરણ સુરક્ષિત રહેશે તો બીજી તરફ જરૂરિયાતમંદોને મદદ મળશે.

Back to top button
error: Content is protected !!