SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં થશે વધારો: દૂધરેજ – ખોડુ‌ – વેળાવદર રોડના રૂ.30.54 કરોડના કામનું ખાતમુહૂર્ત

નાયબ મુખ્ય દંડકના હસ્તે 22 કિલોમીટર લાંબા માર્ગના વાઈડનિંગ અને સ્ટ્રેટનિંગ કાર્યનો પ્રારંભ

તા.27/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

નાયબ મુખ્ય દંડકના હસ્તે 22 કિલોમીટર લાંબા માર્ગના વાઈડનિંગ અને સ્ટ્રેટનિંગ કાર્યનો પ્રારંભ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે આજે દૂધરેજ- ખોડુ- વેળાવદર રોડના સ્ટ્રેટનિંગ અને વાઈડનિંગના કામનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ અને ભૂમિપૂજન દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો વિધિવત પ્રારંભ કરાવી રસ્તાના નવીનીકરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા અને ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તા સહિતની આંતર માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે આ માર્ગના નિર્માણથી સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને વેપારીઓ માટે જિલ્લા મથક સુધીની અવરજવર વધુ સરળ અને ઝડપી બનશે આશરે ૨૨ કિલોમીટર લંબાઈ ધરાવતો આ માર્ગ વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વનો સાબિત થશે અને સમગ્ર પંથકના સામાજિક-આર્થિક વિકાસને નવી દિશા આપશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) સુરેન્દ્રનગર હસ્તકના આ પ્રોજેક્ટની વિગતો આપતા જણાવાયું હતું કે, દૂધરેજ- ખોડુ- વેળાવદર રોડના ૨૨ કિ.મી. સુધીનું કામ અંદાજે રૂ. ૩૦.૫૪ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે આ કામગીરી અંતર્ગત હાલના ૩.૭૫ મીટર થી ૫.૫૦ મીટર સુધીની મર્યાદિત પહોળાઈ ધરાવતા રસ્તાને સ્ટાન્ડર્ડ ૭.૦૦ મીટર સુધી પહોળો કરવામાં આવશે આ માર્ગના નવીનીકરણની સાથે રસ્તા પરના જૂના અને નુકસાન પામેલા સ્ટ્રક્ચરોનું નવનિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત સલામત પરિવહન માટે રોડ ફર્નિશિંગ અને જરૂરી સેફ્ટી સાઈન બોર્ડ જેવી આધુનિક સુવિધાઓ પણ આ પ્રોજેક્ટ હેઠળ ઉપલબ્ધ કરાવાશે જેનાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને વાહનચાલકોના સમયની બચત થશે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ‘ડબલ એન્જિન’ સરકાર દ્વારા રાજ્યમાં અનેકવિધ વિકાસના કામોને વધુ ગતિ આપીને જન-જન સુધી પહોંચાડવાનું મુખ્ય લક્ષ્ય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા- નિર્દેશ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે મુખ્યમંત્રી દ્વારા સુરેન્દ્રનગરને આધુનિક અને સુવિધા સજ્જ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ જિલ્લામાં ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત રસ્તા, ગટર અને લાઈટિંગની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નવા રસ્તાઓ અને ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ પર ઝડપથી કામગીરી ચાલી રહી છે જેનો લાભ લાખો નાગરિકોને મળશે આ વિકાસ કામો થકી સુરેન્દ્રનગર જિલ્લો આગામી સમયમાં રાજ્યના અગ્રણી વિકસિત જિલ્લાઓમાં સ્થાન પામશે સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગ પરિવહનને વધુ વેગીલું બનાવવાના હેતુથી તાજેતરમાં સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તારમાં અનેકવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ગ્રામીણ માર્ગોની કનેક્ટિવિટી, પીવાના પાણીની લાઈનોનું વિસ્તરણ અને શૈક્ષણિક સુવિધાઓના નવીનીકરણનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં જનસુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં જ હવામહેલ ખાતેથી જગદીશભાઈ મકવાણાના હસ્તે કુલ રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ સાથે જિલ્લામાં નવા ‘આઈકોનિક રોડ, કોલેજથી ગેબનશાહ પીર સુધીના રિવરફ્રન્ટ અને રતનપરથી વઢવાણ સુધીના રિવરફ્રન્ટના કામો પણ આયોજન હેઠળ છે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે મેક્સન સર્કલથી દાળમિલ રોડ સુધી રૂ. ૬૯ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે આ ઉપરાંત સુરેન્દ્રનગરની શાન સમાન દૂધરેજ તળાવના નવીનીકરણનું કાર્ય પૂર્ણ કરી તેને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા – તાલુકાનાં હોદ્દેદારઓ, આગેવાનઓ, અગ્રણીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!