MORBI:મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે પ્રમુખ પદના રોટેશન જાહેર

MORBI:મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે પ્રમુખ પદના રોટેશન જાહેર
મોરબી: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બેઠકોના સીમાંકન બાદ હવે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેના રોટેશન સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
નવા જાહેર થયેલા રોટેશન મુજબ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ આ વખતે શેડ્યુલ ટ્રાઇબ (ST – અનુસૂચિત જનજાતિ) કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે હવે જિલ્લાના રાજકીય સમીકરણોમાં નવા ચહેરાઓ સામે આવે તેવી શક્યતા છે.જિલ્લા પંચાયતની સાથે સાથે મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોના પ્રમુખ પદ માટે પણ અનામતની સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવી છે:
તાલુકા પંચાયત પ્રમુખ પદ માટેની અનામત શ્રેણી. વાંકાનેર SEBC (સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ)
મોરબી સામાન્ય સ્ત્રી અનામત (General Female)
હળવદ સામાન્ય સ્ત્રી અનામત (General Female)
ટંકારા સામાન્ય (General) માળીયા (મિં.) સામાન્ય (General)રોટેશન જાહેર થતાં જ મોરબી જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ખાસ કરીને મોરબી અને હળવદમાં મહિલા અનામત બેઠકો જાહેર થતા મહિલા ઉમેદવારોની સક્રિયતા વધશે, જ્યારે ટંકારા અને માળીયામાં સામાન્ય બેઠક હોવાથી રસાકસી જોવા મળી શકે છે. ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં જ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.










