GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રવાપર રોડ પર બનશે અત્યાધુનિક 3 માળની મોડર્ન લાઈબ્રેરી: સેન્ટ્રલ AC અને ઓપન ટેરેસ જેવી સુવિધાઓથી સજ્જ હશે

 

 

MORBI:મોરબીના રવાપર રોડ પર બનશે અત્યાધુનિક 3 માળની મોડર્ન લાઈબ્રેરી: સેન્ટ્રલ AC અને ઓપન ટેરેસ જેવી સુવિધાઓથી સજ્જ હશે

 


​મોરબી: મોરબી શહેરના નાગરિકોમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ થાય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને ઉત્તમ સુવિધા મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના રવાપર રોડ પર નરસંગ ટેકરી પાસે તમામ આધુનિક સુવિધાઓ ધરાવતી નવી ‘મોડર્ન લાઈબ્રેરી’નું નિર્માણ કરવામાં આવશે.

​ત્રણ માળનું ભવ્ય નિર્માણ: આ લાઈબ્રેરી ત્રણ માળની વિશાળ ઇમારતમાં બનાવવામાં આવશે, જેનું સ્ટ્રક્ચર ભૂકંપ અવરોધક (Earthquake Resistant) હશે.​સેન્ટ્રલ એસી અને આધુનિક ફર્નિચર: વાચકોને આરામદાયક વાતાવરણ મળી રહે તે માટે લાઈબ્રેરી ફુલી સેન્ટ્રલ એસી સુવિધા અને અત્યાધુનિક ફર્નિચરથી સજ્જ હશે.​પુસ્તકોનો વિશાળ સંગ્રહ: અહીં સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકોનો બહોળો ખજાનો ઉપલબ્ધ રહેશે.સેપરેટ રીડિંગ એરિયા: વિદ્યાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી શકે તે માટે અલગથી રીડિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવશે.​ઓપન ટેરેસ લાઈબ્રેરી: આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ‘ઓપન ટેરેસ લાઈબ્રેરી’ છે, જ્યાં વાચકો કુદરતી વાતાવરણમાં વાંચનનો આનંદ માણી શકશે.

​હાલમાં આ લાઈબ્રેરી માટેની ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરી દેવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરના શૈક્ષણિક વિકાસને વેગ મળશે તેવી આશા છે.

Back to top button
error: Content is protected !!