MORBI:મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ અંતર્ગત ઘરનું સપનું સાકાર કરવા મહાનગરપાલિકા દ્વારા રાત્રી-સભાનું આયોજન

MORBI:મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ અંતર્ગત ઘરનું સપનું સાકાર કરવા મહાનગરપાલિકા દ્વારા રાત્રી-સભાનું આયોજન
શહેરમાં વસતા આવાસ વિહોણા પરિવારો માટે પોતાના સપનાનું ઘર બનાવવાની અમૂલ્ય તક આવી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ ના BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવા આવાસોના બાંધકામ માટે અરજીઓ સ્વીકારવા અને લોકોને યોજનાની વિસ્તૃત માહિતી આપવા માટે વિશેષ રાત્રી-સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાત્રી-સભાનો મુખ્ય હેતુ એવા લોકોને માહિતગાર કરવાનો છે જેઓ પોતાના માલિકીના પ્લોટ પર નવું મકાન બાંધવા ઈચ્છે છે. મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગના અધિકારીઓ આ સભામાં યોજનાના લાભો, પાત્રતાના માપદંડો અને અરજી કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર સમજણ આપશે.૧ ક્લસ્ટર-૧ ની કચેરી (જૂની નાની વાવડી ગ્રામપંચાયત ઓફિસ), મોરબી ૨૭/૦૩/૨૦૨૬, શુક્રવાર (સાંજે ૬:૩૦ થી ૭:૩૦) ૨ ક્લસ્ટર-૧૦ ની કચેરી (જૂની રવાપર ગ્રામપંચાયત ઓફિસ), મોરબી ૨૮/૦૩/૨૦૨૬, શનિવાર (સાંજે ૬:૩૦ થી ૭:૩૦) મોરબી મહાનગરપાલિકા દ્વારા આવાસ વિહોણા અને પોતાના સપનાનું ઘર બનાવવા ઈચ્છતા તમામ નાગરિકોને આ રાત્રી-સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.










