GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

હિન્દૂ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિનને કાલોલ ખાતે અત્યંત ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો.

 

તારીખ ૨૭/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ હિન્દૂ સંગઠનના કાર્યકરો દ્વારા પાછલા અનેક વર્ષોથી ભગવાન શ્રી રામના જન્મદિન ને એક મહા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ મહા ઉત્સવની ઉજવણી અત્યંત રંગેચંગે કરવામાં આવી હતી. શ્રી રામ જન્મદિન ઉજવણી અનુસંધાને કાલોલ ખાતે દિવસ દરમ્યાન રામધૂન, મહાઆરતી, ધર્મસભા તેમજ શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિર ખાતે આરતી કરી ત્યાથી પાલખી યાત્રા નીકળી મહાલક્ષ્મી ચોક મા આવી પહોંચી હતી જ્યાં હિંદુ યુવા સંગઠન દ્વારા સંતો નુ સ્વાગત કરવામાં આવ્યુ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ

શ્રી મહાલક્ષ્મી ચોક ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી અભિષેકકુમારજી મહારાજશ્રી (મથુરા – રાજકોટ – કાલોલ) અને સંત વિક્રમદાસજી મહારાજ ની પ્રેરક સાનિધ્યમાં આયોજિત ધર્મસભામાં આશીર્વચનો થી ઉપસ્થિત ભક્ત સમુદાય ભાવવિભોર બન્યો હતો. ડીજે ના સૂર તાલ સાથે મોડી સાંજે આયોજિત વિશાળ શોભાયાત્રામાં કાલોલ નગર તેમજ તાલુકા પંથકના કેસરિયા પરિધાનમાં સજજ હજારો રામ ભક્તો જોડ્યા હતા.શોભાયાત્રા દરમ્યાન રામ દરબારની નવીન પ્રતિમા ની પાલખી યાત્રા આકર્ષણનું કેન્દ્ર રહી હતી સાથે સાથે હજારો રામ ભક્તોના ગગનચુંબી જયઘોષથી સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું.શ્રી રામનવમી ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત આ શોભાયાત્રાના મુખ્ય માર્ગો સમેત કાલોલના તમામ જાહેર માર્ગો અને સનાતન હિન્દુ મંદિરોને કેસરિયા ધજા – પતાકા સાથે આકર્ષક રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. નગરપાલિકા ખાતે લેસર શો નું આયોજન કરવામાં આવ્યું હતુ.શોભાયાત્રા રૂટ પરના તમામ વેપારી સંગઠનોએ સ્વૈચ્છિક બંધ પાળી પોતાની સેવાઓ આપી હતી.દિવસ દરમ્યાન આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હોવાનું સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ સાંસદ રાજપાલસિંહ જાદવ હાજર રહ્યા હતા.સમગ્ર ઉજવણીનું સફળ અને સુચારુ આયોજન કાલોલ હિન્દૂ સંગઠનના યુવા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. રામનવમી મા કોઈ અનિચ્છિય ધટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Back to top button
error: Content is protected !!