181 અભયમની અવિરત પ્રસંશનીય સેવાઓ

” ધોરાજી માં ભુલા પડી ગયેલા વૃદ્ધ મહિલાને તેના પરિવાર સાથે મિલાપ કરાવતી અભયમ્ ટીમ”
તારીખ:- 25/03/2026 ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 પર કોલ કરી જણાવેલ કે એક વૃદ્ધ મહિલા અહીં છેલ્લા 2 કલાક થી એકલા બેસી રહેલ છે માટે મદદની જરૂર છે એમ જણાવ્યા બાદ તાત્કાલિક 181 જેતપુર સ્થિત 181 ટીમના કાઉન્સેલર જિજ્ઞાસા બેન તેમજ WHC દિવ્યાબેન અને પાયલોટ ગોપાલ દાન ઘટના સ્થળે પહોંચેલ અને મહિલા પાસે જઈ સૌ પ્રથમ સાંત્વના સહ આશ્વાસન આપી તેમનું કાઉન્સિલિંગ કરેલ
જેમાં પીડિતાબેને જણાવેલ કે મને ભૂલી જવાની બીમારી છે મને કશું યાદ છે નહી …ક્યાંથી આવી ક્યાં જાવ છું વગેરે જે બાદ પીડિતાબેન ને પૂરપરછ દ્વારા તેમનું પૂરું નામ જણાવેલ અને તેમને પરિવાર માં કોઈ નથી માત્ર એક દીકરી છે જે સાસરી માં છે જેનું માત્ર નામ અને ગામનું નામ યાદ છે એમ જણાવતા તાત્કાલિક તેમની દીકરી ના ગામ ના સરપંચ નો સંપર્ક કરી પીડિતાબેન જણાવેલ તે નામ વ્યક્તિની પૂછપરછ કરતા સરપંચ એ જણાવેલ કે હા આ નામના વ્યક્તિ અમારા ગામના રહેવાસી છે જે બાદ સરપંચ દ્વારા તેમનો સંપર્ક નંબર મેળવી તેમની દીકરી સાથે વાતચીત કરેલ કે તમારા માતા ધોરાજી તાલુકામાંથી મળી આવેલ છે અને ત્યારબાદ માતા પુત્રી ને ટેલિફોનીક વાતચીત કરાવ્યા બાદ તેમનું સરનામું મેળવી પીડિતાબેન ને તેમના દીકરી ના ઘરે સુરક્ષિત પહોંચાડેલ
પીડિતાબેન તેમના દીકરી અને જમાઈ ની સોંપ્યા બાદ પીડિતાની બીમારી ની સારવાર અંગે અને આવી ઘટના પુનરાવર્તિત ન થાય એ બાબતે સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ જે બાદ પીડિતાબેન ના દીકરી અને જમાઈ દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પ લાઇન નો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો….






