
પલસાણા, સુરત ગ્રામ્ય સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે. માખીંગા ગામની સીમમાં આવેલ મીંઢોળા પોલીસ ચેક પોસ્ટ પાસેથી નંબર પ્લેટ વગરની ટાટા નેક્સન કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. પટેલ અને તેમની ટીમ ગત તા. ૨૭/૦૩/૨૦૨૬ ના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અ.હે.કો નિકેતકુમાર ખુમાનસંગભાઇ તથા એ.એસ.આઇ દિપકભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે, નવસારી તરફથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ટાટા નેક્સન કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને કડોદરા તરફ જઈ રહી છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મીંઢોળા ચેક પોસ્ટ પાસે કારને અટકાવતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
પોલીસે આ કાર્યવાહી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:* મુદ્દામાલની વિગત જથ્થો / કિંમત
* વિદેશી દારૂની નાની બોટલો ૮૬૪ નંગ (કિં. રૂ. ૨,૬૩,૬૦૦/-)
* સફેદ ટાટા નેક્સન કાર (નંબર પ્લેટ વગરની) ૦૧ (કિં. રૂ. ૫,૦૦,૦૦૦/-)
* કુલ મુદ્દામાલ રૂપિયા ૭,૬૩,૬૦૦/-
કાયદેસરની કાર્યવાહી
પોલીસે આ મામલે કાર ચાલક (જે હાલ વોન્ટેડ છે) વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો તેમજ B.N.S. અને M.V. Act મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વોન્ટેડ આરોપી: સફેદ ટાટા નેક્સન કારનો ચાલક (નામ-સરનામું અજ્ઞાત)
કામગીરી કરનાર ટીમ
આ સફળ ઓપરેશનમાં I/C પી.આઈ. એસ.એમ. પટેલ સાથે એ.એસ.આઇ દિપકભાઇ, અ.હે.કો નિકેતકુમાર, અમૃતભાઇ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઇ, નિલેશભાઇ, વિક્રમભાઇ, સંજયભાઇ અને વિષ્ણુભાઇએ પ્રશંસનીય કામગીરી કરી હતી.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ 



