GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, ૫ શખ્સો ઝડપાયા 

 

MORBI:મોરબીના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, ૫ શખ્સો ઝડપાયા

 

​મોરબી: જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે મહેન્દ્રનગર ગામમાં આવેલી એક સોસાયટીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડી પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.



​મોરબી એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મહેન્દ્રનગર ગામે આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીના ગજાનન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ સરડવા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડ્યો હતો.

​પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૫ શખ્સોની ધરપકડ કરી છે:​રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા (મકાન માલિક)
​વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ ,​ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા,​જયેશભાઈ રાઘવજીભાઈ બોપલીયા ,સાગરભાઈ રમેશભાઈ સરડવા ,પોલીસ દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:​રોકડ રકમ: ₹ ૨,૬૨,૫૦૦/- ​મોબાઈલ ફોન (૪ નંગ): ₹ ૨૫,૦૦૦/-​કુલ મુદ્દામાલ: ₹ ૨,૮૭,૫૦૦/-​આ મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!