Halvad:હળવદ અગાઉની ફરિયાદ પાછી ખેંચવા માથક ગામના આધેડને જાનથી મારી નાખવાની ધમકી

Halvad:હળવદ અગાઉની ફરિયાદ પાછી ખેંચવા માથક ગામના આધેડને જાનથી મારી નાખવાની ધમકી
હળવદ: તાલુકાના માથક ગામે રહેતા એક આધેડને જૂની અદાવત રાખી બે શખ્સોએ ફોન પર બિભત્સ ગાળો આપી, અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
માથક ગામે રહેતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર (ઉ.વ. ૪૨) નામના આધેડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી મીતરાજસિંહ હરપાલસિંહ ઝાલા વિરુદ્ધ તેમણે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો ખાર રાખીને આરોપી મીતરાજસિંહ અને હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા (બંને રહે. માથક) એ કાળુભાઈને ફોન કર્યો હતો.આરોપીઓએ ફોન પર ફરિયાદીને બિભત્સ ગાળો ભાંડી હતી.અગાઉ કરેલી પોલીસ ફરિયાદ ગમે તેમ કરીને પાછી ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.જો ફરિયાદ પાછી નહીં ખેંચાય તો ફરિયાદીને ‘ઠામ પતાવી દેવાની’ (જાનથી મારી નાખવાની) ધમકી આપવામાં આવી હતી. આ મામલે કાળુભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.










