MORBIMORBI CITY / TALUKO

મોરબી શહેરમાં જુની ઢબ પ્રમાણે યોજાતી પ્રભાતફેરી 

ગામડાં ખાલી થઈ જતાં હવે શહેરમાં યોજાય છે પ્રભાતફેરી!

 

રિપોર્ટર શ્રીકાંત પટેલ

 

હાલના ટેકનોલોજી નાં યુગમાં દરેક બાબતમાં બદલાવ આવ્યો છે . સંગીત નાં મનોરંજન માં ડીજે તાલ આવી ગયાં છે. પણ એક વર્ષો જૂની એક ગ્રામ્ય સંસ્કૃતિ એટલે વહેલી સવારમાં યોજાતી પ્રભાતફેરી! તે હાલમાં પણ જુની ઢબ પ્રમાણે જ શહેરમાં યોજાય છે. ગામડાં ખાલી થઈ રહ્યા છે એટલે આ વહેલી સવારની પ્રભાતફેરી શહેરમાં યોજાય છે. આ ગ્રામ્ય વિસ્તારની પ્રાચીન સંસ્કૃતિ એટલે વહેલી સવારની પ્રભાતફેરી! જેમાં મનોરંજન સાથે ભક્તિભાવ અને પરમાર્થ સેવાનું કાર્ય થાય છે. અને જે જૂની ઢબમાં પ્રભાતફેરી યોજાતી તે જ પ્રમાણે હાલ મોરબી શહેરમાં ન્યુ ચંદ્રેશનગર માં પ્રભાતફેરી થઈ રહી છે. વહેલી સવારે પ્રભાતફેરીમાં જોડાતા લોકો માં જુની ઢબ પ્રમાણે એક ને કેડ ઉપર દોકડ બાંધવામાં આવે છે અને બીજા ઝાંઝ વગાડતા વગાડતા બેત્રણ સોસાયટીમાં ફરે છે. આવું ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં માં વહેલી સવારે જોવા મળ્યું છે‌. એક નેં કેડ ઉપર દોકડ બાંધવામાં આવે છે અને બીજા ઝાંઝ વગાડતા વગાડતા વગાડતા ફરતા હતા તેની સાથે રહેલા બે-ત્રણ ભાઇઓ ચકલા ચણ અને ગાયો માટે રોકડ રકમ ઉઘરાવે છે. શહેર માં બહુમાળી એપાર્ટમેન્ટ હોય ઉપર નાં માળૈ રહેતા હોય તેવા લોકો દોરી માં થેલી બાંધીને નીચે મોકલી આપે છે તે વસ્તુઓ આ ભાઈઓ થેલી સંભાળીને લઇ લે. દોકડ અને ઝાંઝ નો અવાજ સાંભળી ને ઘર ની મહીલાઓ તુરંત બહાર આવીને યથાશક્તિ ફાળો આપે છે. આ પ્રભાતફેરીમાં મોટેભાગે વડીલોજ જોવા મળે છે. દરેક બાબતમાં અર્વાચીન સમયમાં ફેરફાર થઇ ચુક્યો છે પણ પ્રભાતફેરી જુનાં સમય મુજબ જુનાં ઢબે યોજાય છે.

 

Back to top button
error: Content is protected !!