MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: પૈસાની ઉઘરાણી મામલે હિંસક હુમલો, બે ઈજાગ્રસ્ત.

 

 

MORBI:મોરબીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: પૈસાની ઉઘરાણી મામલે હિંસક હુમલો, બે ઈજાગ્રસ્ત.

 

મોરબી શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને ભાજપના સદસ્ય અજય લોરિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મોરબીના એક વેપારીએ પોતાની લેણી નીકળતી ૨૫ લાખની રકમ માંગતા, અજય લોરિયાએ તેમને ગોડાઉન પર બોલાવી લાકડાના ખીલાવાળા ધોકા વડે નિર્દયતાથી માર માર્યો હોવાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

​ફરિયાદ મુજબ, એવન્યુ પાર્ક વિસ્તારમાં રહેતા વેપારી શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ અજય લોરિયાને ધંધાકીય વ્યવહાર પેટે ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા. આ રકમ પરત માંગવા માટે શેખરભાઈએ ફોન કરતા, અજય લોરિયાએ તેમને રાત્રે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં સરદારબાગ સામે આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવ્યા હતા.
​ગોડાઉનમાં બોલાવી જાનથી મારી નાખવાની કોશિશ
​જ્યારે શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયા સાથે કાર લઈને ત્યાં પહોંચ્યા, ત્યારે આરોપી અજય લોરિયા અને એક અજાણ્યા શખ્સે ગાળાગાળી શરૂ કરી હતી. “કેમ પૈસાની ઉઘરાણી કરે છે?” તેમ કહી અજયે પોતાની ગાડીમાંથી ખીલાવાળો ધોકો કાઢી શેખરભાઈ પર હુમલો કરી દીધો હતો. વચ્ચે છોડાવવા પડેલા તેમના મિત્ર જયેશભાઈને પણ નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા.​ઈજાગ્રસ્તોની હાલત અને પોલીસ કાર્યવાહી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં X-ray રિપોર્ટમાં હાથ-પગ અને શરીરે ગંભીર ઈજાઓ હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.બનાવ અંગે હાલ સીટી એ ડિવિઝન પોલીસે અજય લોરીયા  વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!