વેજલપુર ગામની સરકારી કન્યા શાળા પાસે દીવાલને અડીને આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા લેખીત રજુઆત.

તારીખ ૩૦/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર મેન વિસ્તારમાં આવેલ સરકારી કન્યા શાળા પાસે દીવાલને અડીને ગેર કાયદેસર દબાણો નો જમાવડો જેના કારણે સ્કૂલમાં ભણવા જતા બાળકો માટે આ દબાણો અડચણ રૂપ બની રહેલ છે આ સ્કૂલ પાસેથી વેજલપુર થી ઘોઘંબાને જોડતો મુખ્ય રોડ આવેલ છે જ્યારે બીજી તરફ વેજલપુરથી ઘુસર રોડ આવેલ છે તેમજ અન્ય ગામના લોકો રાતદિવસ આ રોડ ઉપરથી પસાર થાય છે જ્યારે અનેક પ્રકારના વાહનો રાત દિવસ આ રોડ ઉપરથી પસાર થઈ રહયા છે જ્યારે કન્યા શાળા પાસે પેસેન્જર ગાડીઓનો જમાવડો જોવા મળી રહયો છે આ દબાણોને કારણે સ્કૂલમાં ભણવા જતા બાળકો માટે મુશ્કેલી થઈ રહેલ છે જે અંગે વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત તેમજ અન્ય કચેરીઓમાં લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જ્યારે કુમાર શાળા પાસેના દબાણો ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા ત્યારે કન્યાશાળા પાસેના દબાણો ગ્રામ પંચાયત દ્વારા યથાવત રાખવામાં આવેલ આ કન્યાશાળા પાસે દબાણ દારોનો મસ મોટો અડ્ડો બની ગયેલ છે જેથી ગ્રામ પંચાયત દ્વારા કન્યા શાળા પાસેના બન્ને સાઇડની દીવાલના દબાણો દૂર કરવા જાગૃત નાગરિક દ્વારા મુખ્ય મંત્રી સુધી લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેથી વહેલી તકે આ દબાણો દૂર કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી તેમજ સરપંચ દ્વારા જે રીતે મેહલોલ ચોકડી પાસે ગૌચર જમીન માંથી યુદ્ધના ધોરણે જે દબાણો દૂર કર્યા તે રીતે કન્યાશાળા પાસેના ગેર કાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.







