GUJARATSINORVADODARA

શિનોરના ટીંગલોદ ગામના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટીંગલોદ ગામે ગત તા. ૨૯ માર્ચ ૨૦૨૬ની મોડી રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. ગામના રહેવાસી રાજેશભાઈ પરષોત્તમભાઈ વસાવા (ઉંમર અંદાજે ૫૫ વર્ષ) મચ્છીમારી માટે તળાવમાં ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતા તેમનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા બોડી સેન્સર ડિટેક્ટરનો ઉપયોગ કરીને બોટની મદદથી આશરે એક કલાકથી વધુ સમય સુધી શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ત્યારબાદ મૃતદેહ ગામના સરપંચ તથા પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!