MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના કેમ્પ(મેળા)નું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના કેમ્પ(મેળા)નું આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના કેમ્પ(મેળા)નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ મેળામાં રકમ રૂ.૩.૦૦ લાખ થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 ના BLC ઘટક અંતર્ગત ખુલ્લા પ્લોટ કે કાચું, અર્ધકાચું, જર્જરિત મકાન પાડીને સરકારશ્રીના ધારા-ધોરણ અને ગાઈડલાઈન્સ મુજબના નવા આવાસ બાંધકામ માટેના ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી શકશે. આ યોજના માટે એક નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦/-(રકમ રૂ. ચાર લાખ) ની સહાય ૪(ચાર) હપ્તા મળવાપાત્ર રહેશે. ઉપરોક્ત PMAY(U)2.૦ અંતર્ગતના કેમ્પ મેળાનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
ક્રમ સરનામું તારીખ / સમય ૧. મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૦૪ ની કચેરી ( જૂની ત્રાજપર ગ્રામપંચાયત ઓફીસ), મોરબી. તા.૦૨/૦૪/૨૦૨૬ ગુરુવાર (સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી) (૨). મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૦૪ ની કચેરી ( જૂની ભડિયાદ ગ્રામપંચાયત ઓફીસ), મોરબી. તા.૦૩/૦૪/૨૦૨૬ શુક્રવાર (સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી) (૩.)મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૧૧ ની કચેરી ( જૂની લીલાપર ગ્રામપંચાયત ઓફીસ), મોરબી. તા.૦૪/૦૪/૨૦૨૬ શનિવાર (સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી)










